Gujarat

ભરૂચમાં શોપીંગ સેન્ટરમાં ૪ દુકાનોના એક સાથે તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ

ભરૂચ
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ભૃગુમંઝીલ શોપીંગ સેન્ટરની ૪ દુકાનોના એક સાથે તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપતા આસપાસના દુકાનદારો સહિત વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. તસ્કરોએ એક સાથે ૪ જેટલી દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયાની પોલીસને જાણ કરાતા જ એ ડિવિઝન પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરીને અંજામ આપતા સી.સી.ટી.વી ફૂટેજ મળતા તેના આધારે તસ્કરોનું પગેરૂ શોધવા કવાયત હાથધરી છે. જાેકે, હાલમાં કેટલાની ચોરી થઈ તે વિગતો સામે આવી નથી. ભરૂચના સ્ટેશન રોડ પર થતી આવી ચોરીની ઘટના એ પોલીસ માટે ખુલ્લો પડકાર છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નાર્થ ખડા કરે છે.

Bhuj-A-Division-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *