ભરૂચ
ભરૂચના લીંબુ છાપરી ધોબી તળાવ પાસે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે ભરૂચ બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને લીંબુ છાપરી ધોબી તળાવ નજીક રહેતા જુગારી વિપુલ પ્રવીણ વસાવા, વિકાસ વસાવા, આશીફ ગુલામ પટેલ અને રવિ ગણેશ નાયક, સંજય વસાવા તેમજ દરિયાબેન વસાવાને ઝડપી પાડી હતી. નેત્રંગ પોલીસે બાતમીના આધારે કોયલી માંડવી ગામના આમલી ફળિયા ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ રૂ. ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગારી હસમુખ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે નેત્રંગ પોલીસે ચાસવડ ચોકડી ઉપર બસ સ્ટેન્ડમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૮ હજાર અને મોબાઈલ ફોન મળી કુલ ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા ઝરણા ગામના નિશાન ફળિયામાં રહેતો જુગારી રણછોડ રૂમસી ચૌધરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે નેત્રંગ ગામના મુખ્ય સૂત્રધાર સલમાન અબ્દુલ મલિક પઠાણને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.


