Gujarat

ભારતીય જાેડીએ પાકિસ્તાની બોલરોની ધુલાઈ કરી નાંખી

નવીદિલ્હી
એકને બેટિંગનો બહુ અનુભવ નથી. વર્લ્‌ડ કપ અને તેમાં પણ પાકિસ્તાન સામે રમવાનું દબાણ. આ દબાણ વધુ એટલા માટે હતું કારણ કે જે ખેલાડીઓ ત્યાં હતા તેઓ તેમનો પહેલો વર્લ્‌ડ કપ રમી રહ્યા હતા. ઉપરથી મેચમાં ભારતની હાલત પણ સારી નહોતી. ૩૩ ઓવરમાં ૬ વિકેટ પડી હતી અને સ્કોર બોર્ડમાં માત્ર ૧૧૪ રન જ ઉમેરાયા હતા. હવે આવી સ્થિતિમાં બે નવા બેટ્‌સમેનોની જાેડી ક્રિઝ પર હતી. બંને માટે આ વર્લ્‌ડ કપમાં તેમની પ્રથમ મેચ હતી. સામે પાકિસ્તાન હતું તો કંઈક બતાવવાનો મોકો પણ હતો. બંનેએ આ તક ઝડપી લીધી અને પછી સાથે મળીને કંઈક એવું કર્યું જે એક વર્લ્‌ડ રેકોર્ડ બની ગયો. પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણા વિશે. બંને બોલિંગ ઓલરાઉન્ડર છે. એટલે કે બેટિંગ તેમની બીજી પ્રાથમિકતા છે. પરંતુ, જ્યારે ટીમ પાકિસ્તાન સામે મુશ્કેલીમાં હતી ત્યારે બંનેએ પોતાની બેટિંગનો દમ પૂરી રીતે વ્યક્ત કર્યો હતો. કમાલનુ પ્રદર્શન કરતા સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકર બંનેએ તેમના પ્રથમ વિશ્વ કપની પ્રથમ મેચમાં જ અડધી સદી ફટકારી હતી. સ્નેહ રાણાએ ૪૮ બોલમાં ૪ ચોગ્ગાની મદદથી ૫૩ રન બનાવ્યા હતા, જ્યારે પૂજા વસ્ત્રાકરે ૬૭ મિનિટ સુધી બેટિંગ કરી હતી અને ૫૯ બોલમાં ૮ ચોગ્ગાની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. મહિલા વનડેના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ૭માં નંબર પર બેટિંગ કરી રહેલી બે બેટ્‌સમેનોએ એક જ મેચમાં અડધી સદી ફટકારી હોય. આવું પણ પ્રથમ વખત બન્યું જ્યારે બે ભારતીય બેટ્‌સમેનોએ તેમના વર્લ્‌ડ કપ ડેબ્યૂમાં અડધી સદી ફટકારી. પૂજા અને સ્નેહ રાણા વચ્ચે ૭મી વિકેટ માટે ૧૨૨ રનની ભાગીદારી થઈ હતી, જે એક વર્લ્‌ડ રેકોર્ડ છે. મહિલા વનડેમાં આ વિકેટ માટે આનાથી મોટી ભાગીદારી ક્યારેય થઈ નથી. આ ભાગીદારીએ પાકિસ્તાનને બેક ફૂટ પર ધકેલીને ભારતને ફ્રન્ટ ફુટ પર લાવવાનું કામ કર્યું. આ ભાગીદારી બાદ ભારતનો સ્કોર ૬ વિકેટે ૧૧૪ રનથી ૭ વિકેટે ૨૩૬ રન પર પહોંચ્યો હતો. પૂજા અને રાણાના બેટમાંથી અડધી સદી અને તેમની વચ્ચે સદીની ભાગીદારીના કારણે ભારતીય ટીમ પાકિસ્તાનને ૨૪૫ રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી.

Ravindra-Jadeja.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *