અમદાવાદ
યુક્રેન પર રશિયાએ હુમલો કરતા ગુજરાતના સહિતના ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાઇ ગયાં છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ભારત પરત ફરવા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે જ રશિયન આર્મીના ડ્રોન વિમાનોએ બોમ્બમારો કર્યો હતો. ત્યારે પહેલા તો વિદ્યાર્થીઓને લાગ્યું કે કોઇ મોટો ભૂકંપ આવ્યો છે. પરંતુ, તુરંત તેમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા મેટ્રો ટ્રેનની ટનલમાં આસરો લેવો પડ્યો હતો. છેવટે ૧૬ કલાકની મુસાફરી કરીને વિદ્યાર્થીઓ ૭૦૦ કિમી દૂર હોસ્ટેલમાં પરત ફર્યા હતા. વિદ્યાર્થીઓ એરપોર્ટ પર હતાં ત્યારે કિવમાં હુમલો થયો હતો. હાલ તેમની પાસે બે દિવસ સુધી ચાલે તેટલું ભોજન છે. ત્યાર બાદ મુશ્કેલી પડી શકે છે. મારો પુત્ર છેલ્લા અઢી મહિનાથી યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ગયો હતો. વડોદરાના ૩૦૦ કરતાં વધારે વિદ્યાર્થી અત્યારે યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ મેડિકલના છે. યુક્રેનની રાજધાની કીવ ખાતેથી વિદ્યાર્થીઓ ફલાઇટ પકડવાના હતા જાેકે ફલાઇટ કેન્સલ થઇ જતા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે.જેના પગલે તેમના વાલીઓ ચિંતિત છે. હવે તેમના સંતાનોને પરત કેવી રીતે લાવવા તેના માટે તેઓ દોડધામ કરી રહ્યાં છે. વાલીઓ, એજન્ટ અને એમ્બેસીનો સંપર્ક કરીને તેમના સંતાનો વહેલી તકે પરત આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે અનેક લોકો ત્યાં ફસાયા છે. જેમને પરત લાવવા ભારત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રયત્ન હજુ નિષ્ફળ જ છે. સુરેન્દ્રનગરના એક જ દંપતીના ૨ સંતાન ત્યાં અલગ અલગ સિટીમાં ફસાયા છે. જેમને પરત લાવવા તેમના સંતાનોએ મદદ માંગી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, તમે ભારતનો ફ્લેગ લગાવીને રોમેનિયા સુધી આવી જાવ અમે તમને ત્યાથી લઇ જઈશું. સુરેન્દ્રનગરના નિમેશ ઠાકરનો દીકરો પૂજન અને દીકરી જાનવી યુક્રેનમાં ફસાયા છે. પૂજન લવ યુ સીટીમાં છે જ્યારે જાનવી ઓડેસામાં ફસાઈ છે ત્યારે બંને હવે ભારત પરત આવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આવી શકતા નથી. ત્યાંથી જાહેર કરવામાં આવેલા ઇન્ડિયન હેલ્પલાઈન પર મદદ માંગવામાં આવી ત્યારે હેલ્પલાઈન પરથી કહેવામાં આવ્યું કે, તમે ભારતનો ફ્લેગ લગાવીને રોમાનિયા બોર્ડર સુધી આવી જાવ, અમે તમને રોમેનિયાથી ભારત લઇ જઈશું. અમારા સંતાનને આ રીતે યુક્રેનથી રોમાનિયા બોર્ડર કઈ રીતે લાવવા? રસ્તામાં તેમનું અપહરણ કે અણબનાવ બને તેનો મને ડર છે. ૫ કલાકનો રસ્તો છે જંગલ છે. બોર્ડર પર સરકાર તરફથી કેટલાક લોકો પહોંચ્યા છે પરંતુ ત્યાં સુધી છોકરાઓ પરત ક્યાંથી આવી શકે.
