ભુજ
તારીખ ૪-૭-૨૦૨૨ના ભુજ તાલુકાના એક ગામમાં રહેતી ૧૪ વર્ષીય સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા તેને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં માલુમ પડ્યું હતું તે સગીરા ગર્ભવતી છે. આ બાબતે પદ્ધર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સગીરાનો પરિવાર પહેલાં બોડેલીમાં રહેતો હતો. ત્યાના મહેશ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસે આગળની તપાલ હાથ ધરી છે.ભુજથી ૫૦ કિ.મી દુર આવેલા એક ગામમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા પર અન્ય જિલ્લામાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનાથી સગીરાનો પરિવાર ભુજ તાલુકાના એક ગામમાં વાડી વિસ્તારમાં ખેતમજૂરી માટે આવ્યો છે. આ દરમિયાન સગીરાના પેટમાં દુઃખાવો ઉપડતા તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડતાં સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.


