નવા સુધારા મુજબ મતદારયાદીમાં નામ નોંધણી અંગેની નીચે મુજબની ચાર તારીખ નિર્ધારીત કરવામાં આવી છે. ૧) ૧લી જાન્યુઆરી, ૨) ૧લી એપ્રિલ, ૩) ૧લી જુલાઇ, ૪) ૧લી ઓકટોબર
નવા સુધારા તમામ મતદારો ફોર્મ નં ૬(ખ) ભરી પોતાનું આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સાથે લીંક કરાવી શકે છે/ફોર્મ નં ૬ ફકત જેનું નામ મતદારયાદીમાં ન નોધાયેલ હોય, તેવા પ્રથમ વખતના નવા મતદારો માટે નામની નોંધણી કરવા માટેનું ફોર્મ છે. ફોર્મ નં ૮ નામ, અટક, જાતી, જન્મ તારીખ સુધારવા માટેનું ફોર્મ છે. આ ફોર્મ દ્વારા દિવ્યાંગોનું ફ્લેગીંગ કરવામાં આવશે / ફોર્મ નં ૮ક રદ કરવામાં આવેલ છે.
મતદારયાદીમાં હક્કદાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ ૧૨/૦૮/૨૨ થી ૧૧/૦૯/૨૨ રહેશે. મતદારયાદીમાં હક્કદાવા અને વાંધા અરજીઓ નિકાલ માટે તા.૨૬/૦૯/૨૦૨૨ સુધી નક્કી કરવામાં આવેલ છે. મતદારયાદીની આખરી પ્રસિધ્ધી તા.૧૦/૧૦/૨૦૨૨ રહેશે. મતદારો માટે ઓનલાઇન પોર્ટલ ઉપરથી નીચે મુજબના ઓનલાઇન માધ્યમથી મતદારયાદીમાં નામ નોંધાવી શકશે.
GARUDA APP – આ એપથી બી.એલ.ઓ.મારફતે મતદારયાદીમાં નામ નોંધાવી શકાશે. NVSP PORTAL – આ પોર્ટલ મારફતે મતદારો જાતે મતદારયાદીમાં નામ નોંધાવી, સુધારો કરાવી શકે છે. VOTER PORTAL – આ પોર્ટલ મારફતે મતદારો જાતે મતદારયાદીમાં નામ નોંધાવી, સુધારો કરાવી શકે છે. VOTER HELPLINE – આ મોબાઇલ એપ્લીકેશન છે જેના દ્વારા મતદારો જાતે નામ નોંધાવી કે નામમાં સુધારો કરાવી શકે છે. ERO NET – આ પોર્ટલ મામલતદાર કે પ્રાંત કચેરી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા મતદારોના નામ નોંધાવી કે સુધારો કરાવી શકાય છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
