Gujarat

મહેમદાવાદ પાસે કાર આઈસર સાથે અથડાતા ૩ના મોત

નડિયાદ
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ નડિયાદથી ૧૨ કિલોમીટર દૂર અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ સાથે અંદાજે ૧૨ વર્ષની કિશોરી અને દસ વર્ષના કિશોર તેમજ ડ્રાઇવરનું મોત થયું છે. આ ઘટનામાં રોડની સાઇડમાં પાર્ક કરેલા ઉભેલા આઇસર સાથે પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૨ વર્ષની કિશોરી અને દસ વર્ષના કિશોર તેમજ ડ્રાઇવરનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી અટકવાનું નામ નથી લઈ રહી આ વચ્ચે મહેમદાવાદ પાસેના અમદાવાદ વડોદરા હાઇવે પર અકસ્માત થતા ત્રણને કાળ ભરખી ગયો છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઈકો કારમાં છ વ્યક્તિઓ સવાર થઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે રોડની સાઇડમાં પાર્ક કરેલા આઇસર સાથે કાર ભટકાઇ હતી.

Echo-car-strays-with-Eiser-killing-all-three-on-the-spot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *