મહેસાણા
મહેસાણા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સાત જેટલા શોપિંગ સેન્ટરનું સંચાલન કરવામાં આવ્યું છે. જે શોપિંગ સેન્ટરની દુકાનો વેપારીઓને ભાડેથી આપવામાં આવી છે. જેમાં પાલિકાની જમીન ભાડા શાખામાં જુદા જુદા પ્રકારના ભાડાની સાત માસની આવક રૂપિયા ૪૬ લાખ જેટલી થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સાત જેટલા શોપિંગ સેન્ટર પાલિકા હસ્તકના આવેલા છે. જેમાંથી ૭૩૫ દુકાનો ભાડાથી વેપારીઓને આપવામાં આવી છે. જે પૈકીની ૧૯ દુકાનો ખાલી રહી છે જેનું ભાડુ પાલીકા દ્વારા દુકાનદારો પાસેથી વસૂલવામાં આવે છે. છેલ્લા સાત માસમાં પાલિકાની જમીન ભાડાની આવક રૂપિયા ૪૬ લાખ નોંધાઇ છે. જેમાં સૌથી વધુ આવક રૂપિયા ૨૯.૫૫ લાખની કિઓસ્ક હોડીંગ્સની, સૌથી ઓછી એક લાખની આવક દુકાન નામ ટ્રાન્સફર ફીની આવકનો સમાવેશ થાય છે. તેમજ દુકાન ભાડા પેટે રૂપિયા ૨,૭૨,૪૨ ઓએફસી કેબલ ભાડુ, રૂ. ૬,૦૮,૪૬૧ મંડપ સ્ટોલ વિકાસ ફાળો, રૂ. ૧,૨૦૦૭૦૦ પરચુરણ જમીન ભાડાની આવક, રૂ. ૫,૩૫,૫૦૦ મળી કુલ ૪૬ લાખની તોતિંગ આવક નગરપાલિકાને જમીન ભાડા પેટે થઈ હોવાનું જમીન ભાડા શાખાના માંથી જાણવા મળ્યું હતું.


