ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવતા ચણાના ભાવમાં સરકારે 6% કવોલીટી બાબતની છૂટ રાખી હોવાથી કોઈપણ ખેડૂતોના ચણા ખરીદીમાં પાસ થઈ શકતા ન હોવાથી આ અંગેની ઉગ્ર રજૂઆત માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા તથા જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ લાડાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રીને કરી છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે ગુજરાતમાં ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ વાતાવરણની અસર તથા વારંવાર ઝાકળ પડવાથી ચણા ની કવોલીટી ઉપર તેની અસર પડી છે અને ચણાનું કદ તથા રંગમાં ફેરફાર થયા છે. સરકારે છ ટકાની કવોલીટી છૂટ રાખી હોવાથી ખેડૂતોના ચણા પાસ ન થવાથી ખરીદાતા નથી છ ટકા ના નિયમમાં ફેરફાર કરી ૧૦ ટકા રાખવા આ નેતાઓએ જણાવ્યું છે
અરવિંદભાઈ લાડાણી અને જીગ્નેશભાઈ છૈયાએ માણાવદર માર્કેટયાર્ડની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ૧૦૦ ખેડૂતોને બોલાવાઈ છે પણ તેમાંથી ૧૫ કે ૨૫ જેટલા જ ખેડૂતો આવે છે તેનું કારણ આ છ ટકાનો નિયમ છે જે ખેડૂતોને નડે છે ચણા ખરીદાતા ન હોવાથી ભાડા ખર્ચીને ખેડૂતોને આવું ન પરવડે 6% ના નિયમમાં ફેરફાર કરી 10% સુધીની છૂટ છાટ નો નિયમ અમલી કરે તેવી રજુઆતો તેમણે કરી છે
તસવીર – અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


