જૂનાગઢના મેંદરડા તાલુકામાં આવેલ હિરણ-૨ ડેમ ૪૩ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. આ ડેમમાં આજ તા.૧૪-૬-૨૦૨૨ના રોજ એક મીટરથી વધુની પાણીની આવક થઈ છે. હાલમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી દિવસોમાં ૭૦ ટકા જેટલો આ ડેમ ભરાઈ જવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હિરણ-૨ ડેમની ૩૮.૫૮૧ મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવે છે. સાત રેડિયલ ગેઈટ ધરાવતા આ ડેમમાંથી ૨૩ જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત પીવાના પાણીના સ્ત્રોત તરીકે પણ આ ડેમમાંથી પાણી આપવામાં આવે છે.
