જૂનાગઢ ગાંધીચોક ખાતેના સ્પોર્ટસ સંકુલમાં આજે તા.૩૧-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયાના સંયુક્ત અધ્યક્ષ સ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાને ખુલ્લો મુકવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ જૂનાગઢ, આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેળામાં સ્ટોલ્સ-પ્રદર્શનના માધ્યમથી શિક્ષણ શ્રમ રોજગાર, પોસ્ટ, બેન્ક સહિતના વિભાગ દ્વારા અમલી યોજનાઓના જાણકારી આપવામાં આવશે.
