Gujarat

મેયર શ્રીમતી બિનબેન કોઠારીના હસ્તે રૂ.૨લાખ ૫૨ હજારની કિંમતોના આઉટડોર પ્લેઇંગ ઇકયુપમેન્ટસનું લોકાર્પણ કરાયું  

જામનગર શહેરના સાધન કોલોની વિસ્તારમાં આવેલ સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મેયર શ્રીમતી બિનાબેન કોઠારી દ્વારા આઉટડોર પ્લેઇંગ ઇકયુપમેન્ટસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી રૂ.૨,૫૨,૦૯૨ની કિંમતના ખર્ચે રમત ગમતના સાધનો  ચિલ્ડ્રન હોમ ખાતે વિકસાવવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મેયર શ્રીમતી બિનાબેન કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્લેઇંગ ઇકયુપમેન્ટસ વિકસાવવામાં આવ્યા છે. જેથી કરીને ચિલ્ડ્રન હોમના બાળકો પણ પોતાના બાળપણનો રમતગમત થકી આનંદ માણી શકે. સમાજિક જવાબદારીના ભાગરૂપે જામનગર મહાનગર પાલિકા તેમજ પક્ષ સાથે મળીને બાળ સુરક્ષા ગૃહમાં રમતગમતના સાધનો વિકસાવવાનો નિર્ણય લેવામાં આવતો હતો જેથી કરીને બાળકો રમતોથી પણ વંચિત ન રહે. બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે ઈત્તર પ્રવૃતિઓમાં પણ ભાગ લેતા થાય તે દિશામાં પ્રવૃતિઓ કરવા માટે પણ જિલ બાળ સુરક્ષા એકમને મેયરશ્રી દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા બદલ સમાજ સુરક્ષા તેમજ બાળ સુરક્ષા એકમનાં અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડયા, વિપક્ષ નેતા શ્રી આનંદભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા,મહામંત્રી શ્રી પ્રકાશભાઈ, શ્રી વિજયસિંહજી, સમાજ સુરક્ષા અધિકારી શ્રી ડો. પ્રાર્થનાબેન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી આર. જે.શિયાર, કોર્પોરેટર શ્રી ક્રિષ્નાબેન, શ્રીમતી હર્ષાબા, શ્રી શૈલેષ રાઠોડ, શ્રી જમનભાઈ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમનાં અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

children-home-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *