Gujarat

મૈં વક્ત હૂઁ! એક વક્ત થા. ઈસી જગહ સાવરકુંડલા મ્યુનિસિપાલિટી કે તમામ પદાધિકારી ઔર કર્મચારી મેરે આંગનમેં બૈઠકર કભી નગરપાલિકા કા કામકાજ કરતે થે. આજે એ ઈમારત બિસ્માર હાલતમાં કોઈ તેને રીનોવેશન કરી ફરી કચેરીઓથી ધમધમતી થવા તડપે રહી છે. પરંતુ છે. કોઈ તેની સારસંભાળ લેનાર…?

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા એક સમય એવો હતો કે સહકારી સંઘ અને ગોડાઉન વાળા રોડ પર રહેલી આ ઈમારત એક વખત સાવરકુંડલા નગરપાલિકાની કચેરીથી ધમધમતી જોવા મળતી હતી. આજે એ ઇમારત સાવ બિસ્માર હાલતમાં જોવા મળે છે. જો કે નગરપાલિકા કચેરી તો મહુવા રોડ પર આવેલા અદ્યતન ઈમારતમાં બેસે છે. પરંતુ આ ઇમારત પણ ઘણી વખત તેનો ભવ્ય ભૂતકાળ વાગોળતી હોય તેવું લાગે છે. જો કે હાલ તો આ ઈમારત બિસ્માર હાલતમાં જોવા મળે છે. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર થોડી દુકાનો છે. બાકી પ્રથમ મજલે સરકારી લાયબ્રેરી પણ હવે ખખડધજ હાલતમાં જોવા મળે છે. એનાં ઉપર તો ઈમારતોના તમામ ખંડો  એકદમ બિસ્માર જોવા મળે છે. એક વાત અહીં સ્પષ્ટ છે કે જાહેર ઈમારતની રખાવટ અને સાર સંભાળ પણ રાખવી જરૂરી છે. હાલ તો આ ઇમારત જાણે ધણીધોરી વગરની હોય તેવો ઘાટ ઘડાયો છે. આમ ગણીએ તો આવી ઈમારત આજના યુગમાં બનાવવા માટે ખૂબ મોટી રકમ ખર્ચવી પડે.. જો કે આ ઈમારતનું રીપેરીંગ અને રીનોવેશન કરવામાં આવે અને કોઈ સરકારી ઓફિસો કે બેંકને ભાડે આપવામા આવે તો પણ તેની આવકમાંથી ઈમારતનું મેઈન્ટેનન્સ ખર્ચ  પણ નીકળે અને પુનઃ આ ભેંકાર લાગતી ઈમારત લોકોની અવરજવરથી ધમધમતી થઈ શકે ખરી. પરંતુ આ સંદર્ભે સંલગ્ન તંત્રે વિચારવું જોઈએ અને થોડું ખર્ચ કરીને પણ સાવ બિસ્માર ઇમારતને પુનઃ નવજીવન આપવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *