રાજ્યમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર માં પણ કોંગી નેતાઓ અને કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા,વિરોધ પ્રદર્શનમાં રાજ્યસભા સાંસદ નારણ રાઠવા ,જિલ્લા ઉપપ્રમુખ રાજેન્દ્ર રાઠવા, પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવા ,જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મોનાબેન સહિત 30 જેટલા કોંગી કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા જિલ્લા ઉપપ્રમુખ રાજેન્દ્ર રાઠવા, પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવા ,મહિલા મોરચા પ્રમુખ મોનાબેન મહેતા સહિત 14 કોંગી કાર્યકરોની અટકાયત કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


