Gujarat

મોટી કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણ અને પોષણ માટે અનોખી પહેલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને શિક્ષા અને પોષણયુક્ત આહારના મહત્વ વિશે ઘરે – ઘરે જઈ સમજ અને માર્ગદર્શન આપવા માટે વિશેષ કામગીરી…

ભરત ગંગદેવ

 અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના મોટી કુંકાવાવ ગામની ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણ અને પોષણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. માનવ જીવનમાં શિક્ષણ અને પોષણનું મહત્વ ઘણું છે. વધુ સારા પોષણયુક્ત આહારથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. શિક્ષણ તેમજ વાંચન થકી માનવના વિચારોમાં ક્રાંતિ આવે છે. બાળકો નિયમિત રીતે શાળાએ જઈ અભ્યાસ કરી શકે અને આંગણવાડીએ જતાં બાળકો નિયમિત રીતે શાળા – આંગણવાડીએ જાય અને શિક્ષા તથા પોષણયુક્ત આહારનું મહત્વ સમજી શકે તે માટે મોટી કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા પ્રેરક કામગીરી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો આ માટે જાગૃત્ત બને તે માટે મોટી કુંકાવાવ ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરી ગામના કોઈ વિદ્યાર્થી શાળાએ અથવા  આંગણવાડીમાં ન જાય તો તે વિશે ગ્રામ પંચાયતમાં જાણ કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા જે – તે બાળકના ઘરે જઈને તેના વાલીને વિશેષ કાળજી લેવા અને શિક્ષાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાએ ન જતા હોય તેવા એ વિદ્યાર્થી કે બાળકને પણ શિક્ષા અને પોષણની અગત્યતા સમજાવી તેને શાળા કે આંગણવાડીમાં ઉપસ્થિત રહેવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

KUKAVAV-SHIKHSHAN-AND-POSHAN.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *