મોરબી
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા ધીરુભાઈ તેજાભાઈ થરેસાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે, તેઓ પતિ-પત્ની નીચે મકાન બંધ કરી અગાસી ઉપર સુવા ગયા હતા. તે દરમીયાન તસ્કરોએ તેમના મકાનની બારી તોડી રૂમમાં પડેલા કબાટમાંથી રોકડા રૂપિયા ૪ લાખ ઉપરાંત, સોનાની બે વિટી, સોનાનો હાર, ચાંદીના સાંકડા સહિત કુલ ૪.૭૫ લાખની માલમતા ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.મોરબીના નીચી માંડલ ગામે મકાન માલિક અગાસી ઉપર સુતા હતા. આ દરમિયાન મકાનની બારી તોડી તસ્કરોએ રોકડા રૂપિયા ૪ લાખ તેમજ સોના, ચાંદીના દાગીના સહિત રૂપિયા ૪.૭૫ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ છે.


