મોરબી
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચરાડવા ગામની સીમમાં સમલી જવાના રસ્તે વાડીના ઢાળિયા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા ત્રિભોવન છગન સોનગ્રા, હકા છલા સાટકા, જગા મયાભાઈ રાવા, બેચર કરમશી ગોલતર અને ફારૂક અલી મુલતાની રહે બધા ચરાડવા તા. હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૧,૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે જાહેરમાં જુગાર રમતા હિતેશ સવઘણભાઈ કુણપરા, મુનાભાઈ વાઘજીભાઈ ચતરોટિયા, મુનાભાઈ ગોવિંદભાઈ ગમારા, અશોકભાઈ શેટાણીયા, હેમંતભાઈ જીણાભાઇ કુણપરા, મુનાભાઈ ઉર્ફે મનાભાઇ દિનેશભાઈ કુણપરા, વિષ્ણુભાઈ સતાભાઈ ગમારા અને સવઘણભાઈ ઉર્ફે મુનાભાઈ ખોડાભાઈ કુણપરા રહે બધા પલાસ તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો ત્રીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ ઇન્દીરાનગરમાં બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રમેશભાઈ રામજીભાઈ વરાણીયા, કિશોરભાઈ કાનજીભાઈ સુરેલા, ભરતભાઈ ગોરધનભાઈ કેરવાડિયા અને રાકેશભાઈ રમેશભાઈ ઉધરેજા રહે બધા ઇન્દિરાનગર મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૭૦૦ જપ્ત કરવામાં આવી છે.મોરબી જિલ્લાના હળવદ તાલુકના ચરાડવા ગામેથી પાચ, વાંકાનેર તાલુકના પલાસ ગામેથી આઠ તેમજ મોરબીના ઇન્દિરાનગરમાંથી ચાર કુલ ૧૭ શખ્સોને ૯૪ હજારથી વધુની રોકડ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


