વેરાવળ
શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથમાં ભાવિકોનો ઘસારો જાેવા મળ્યો હતો અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના સોમવારે ભક્તોનું ઘોડાપુર જાેવા મળ્યું હતું.અને જય સોમનાથ ના નાદ થી પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું.અને ભક્તો રાષ્ટ્રભક્તિ અને ધર્મ ભક્તિ માં ભક્તો લીન બન્યા હતા પ્રાતઃ શૃંગાર માં રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ કરવામાં આવી સાથે જ શૃંગાર માં તિ રંગા થીમ પર ખાસ રીતે કરવામાં આવેલ હતો. સવારે ૪૧,૫૦૦ થી વધુ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યાં હતા. મંત્રી પૂર્ણેશ મોદી સોમનાથ આવી પહોંચ્યા હતા. અને સોમનાથ મહાદેવની પૂજા- અર્ચના કરી હતી. આ તકે સોમાનથ ટ્રસ્ટ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નિકળી હતી. અને ભાવિકો બહોળી સંખ્યામાં જાેડાયા હતા. પાલખી પૂજન મંદિર સુરક્ષા અધિકારી એમ.એમ.પરમાર, નીમેષભાઈ શાહ દ્વારા કરાયું હતું. સોમનાથમાં પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. અને ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ઉપરાંત પોલીસ દ્વારા પરેડ પણ યોજાઈ હતી. આ તકે ભાવેશભાઈ વેકરીયા, વિજયસિંહ ચાવડા સહિતના હાજર રહ્યાં હતા.


