સાગર નિર્મળ
જુનાગઢ
યાત્રાધામ જુનાગઢમાં મુસાફરો પાસે એસ.ટી.નાં જાહેર શોચાલયમાં રૂપિયા લેવાતા હોવાની ચોકાવનારી વિગત બહાર આવી છે. જુનાગઢનાં જાગૃત નાગરિક સાગર પંકજભાઈ નિર્મળ દ્વારા એસ.ટી. બસસ્ટેન્ડમાં આવેલ જાહેર શોચાલયમાં લઘુશંકા માટે રુ.૫ રૂપિયા અને કુદરતી હાજતે જવા માટે રુ.૧૦ રૂપિયા લેવાતા હોય જે વ્યાજબી ન હોય અને આ કારણોસર મુસાફરો જાહેરમાં શોચક્રિયા કરતા હોય તેવી વિગતો સાથેની ફરિયાદ કરતો પત્ર રાજ્યપાલ, મુખ્યમંત્રી, સાંસદસભ્ય, ધારાસભ્ય, જિલ્લા કલેકટરશ્રી અને જુનાગઢ મહાનગરપાલિકા કમિશનરશ્રી અને ડેપો મેનેજર, સ્ટેન્ડ ઇન્ચાર્જને પાઠવ્યો છે.
સાગર પંકજભાઈ નિર્મળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યાત્રાધામ જુનાગઢમાં રોજના હજારો મુસાફરો આવતા હોય છે અને લઘુશંકા કે કુદરતી હાજતે જવું પણ પડે તે સ્વભાવિક છે ત્યારે જુનાગઢમાં આવેલ બસસ્ટેન્ડનાં જાહેર શોચાલયમાં ત્રાહિત વ્યક્તિઓ દ્વારા રૂપિયાની માંગણીઓ થતી હોય છે અને મિલીભગતને કારણે અવારનવાર ફરિયાદો થતી હોવા છતાં પણ કોઈ નક્કર પરિણામ મળતું નથી. બીજી તરફ મુસાફરો રૂપિયા બચાવવા માટે ઘણી વખત દીવાલોપર જાહેરમાં શોચક્રિયા કરતા નજરે પડે છે.
એક તરફ ભારત દેશના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ચલાવે છે ત્યારે બીજી તરફ ત્રાહિત લોકોની ઉઘાડી લૂટને કારણે જાહેરમાં ગંદકી ફેલાય રહી છે. શોચાલયમાં સફાય થવી જરૂરી છે અને ફિનાયલનો છટકાઉ પણ થવો જોઈએ તેમજ જાહેરમાં કચરો અને થુકતા મુસાફરો પણ જોવા મળે છે ત્યારે એક તરફ કોરોના મહામારી સામે લડી રહેલા દેશવાસીઓને આ પ્રકારની ગંદકીમાંથી મુક્તિ મળે તે પણ અત્યંત જરૂરી છે.
બસમાં ઘણીવખત કાચ બંધ ના થવા તેમજ પતરાઓ અને સીટો તૂટેલ હોવી તેમજ મુસફરોને ઇજ્જા પહોચે તેવી પણ દેહશત છે બીજી તરફ આકસ્મિક ઈજાગ્રસ્ત મુશાફરને સારવાર મળે તે માટે મુકેલા ફર્સ્ટ એઇડ બોક્સ પણ પારદર્શક દેખાય તેવા હોવા જોઇએ તેમજ તેમાં મૂકવમાં આવેલ દવાઓની એક્સપાયરી (અવધી) પણ ચકાસવી જોઈએ અને તે માટે રજીસ્ટર પણ રાખવું જોઈએ સામન્ય સંજોગોમાં આ પ્રકારની બસમાં ફીટનેશ કેવી રીતે મળતી હોય તેવા પણ સવાલ કરવમાં આવ્યો છે.
ઘણી બસમાં પાટિયા એટલે કે બસ ક્યાં રૂટ પર ચાલે છે ક્યાંથી ઉપડી ક્યાં ક્યાં સ્ટોપ છે તેમજ ક્યાં જવાની છે તે સ્પસ્ટ વંચાય તેવા હોવા જોઈએ અને દરેક સ્ટોપ પર બસ ઉભી રહે અને સમયસર જ આવે તે માટે પણ યોગ્ય થવા માટે પણ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. બસમાં અને બસસ્ટેન્ડમાં કચરાપેટીઓ પણ મુકવી માટે અને પૂછપરછ બારી પર પણ યોગ્ય જવાબ મળવો જોઈએ તેમજ શોચલયમાં લેવાતા ચાર્જ અને તે માટે ફરિયાદ માટેના સંપર્ક નંબની માહિતી દર્શવતા બોર્ડ લગાડવા અને તે માટેની વિગત પણ ટીકીટમાં છાપવી જરૂરી છે તેમજ કંડકટર (ટીકીટ આપનાર) પાસે ફરિયાદ બૂકમાં ફરિયાદો નોધવામાં ન આવતી હોવાની વિગતો મળી રહેલ છે ત્યારે તમામ બાબતે ઘટતું થવા અને જવાબદાર સામે શિક્ષતામ્ક દંડનીય કાર્યવાહી થવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે.


