Gujarat

યુજીવીસીએલ ટેક્નિકલ વર્ગ-૩ના કર્મચારીઓએ માગ સ્વીકારવા કર્યા સૂત્રોચ્ચાર

અરવલ્લી
હાલ આંદોલનની આંધી ચાલી રહી છે. ત્યારે દરેક કર્મચારી સંગઠન અવનવા કાર્યક્રમો દ્વારા પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્નો કરે છે. ત્યારે યુજીવીસીએલ ટેક્નિકલ વર્ગ-૩ના કર્મચારીઓ પણ બાકાત નથી રહ્યાં. મોડાસા ખાતે આવેલી રેપડી માતાના મંદિરે યુજીવીસીએલ ટેક્નિકલ વર્ગ-૩ના કર્મચારીઓ એકત્રિત થયા હતા અને પોતાની પડતર માંગણીઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષો જૂની માગ સ્વીકારવા માટે સરકાર સુઘી પોતાના સંગઠનનો અવાજ પહોંચાડવા માટે આશ્ચર્યજનક કાર્યક્રમો અપનાવાનું નક્કી કર્યું અને ઉપસ્થિત સૌ કર્મચારીઓએ પોતાની માગ સ્વીકારવા માટે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને જાે આગામી સમયમાં માગના સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *