રાજકોટ
૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યે હું અને મારી બહેનની દીકરી મારી ભાણેજ ઘરે હતાં. આ વખતે ભાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક છોકરાનો વીડિયો મૂકયો હતો. આ વીડિયો હું જાેઇ જતાં તેને આ બાબતે પૂછતાં તેણે કહ્યું કે, ત્રણેક મહિનાથી મારા ઇન્સ્ટાગ્રામ આઇડી પર વી-પરમાર નામના આઇડીવાળા રૈયા ગામના વૈભવ પરમાર સાથે મારે ફ્રેન્ડશીપ થઇ છે. હું અને વૈભવ અવાર નવાર મોબાઇલ ફોનમાં વાત કરીએ છીએ. આથી હું ભાણેજને ખીજાઇ હતી. તેની સાથે ઝઘડો કરી તેનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. અડધા કલાક બાદ તે ઘરે કંઇ કહ્યા વગર જતી રહી હતી. તપાસ કરતાં તે મળી નહોતી. એ પછી મારી રીતે તેની શોધખોળ કરતાં તેણે રૈયાના વૈભવ નામના છોકરા સાથે પોતાને પ્રેમ સંબંધ હોવાનું કહ્યું હતું. આથી હું વૈભવના ઘરે જતાં મારી ભાણેજ ત્યાં મળી આવી હતી. તેણે મને સાથે આવવાની ના પાડી હતી. એ પછી મારી ભાણેજને લઇ વૈભવ બાઇકમાં ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં ગઇકાલે ૨૭ જાન્યુઆરીએ સવારે હું ફરીથી વૈભવન ઘરે ગઇ હતી. ત્યારે પણ મારી ભાણેજે સાથે આવવાની ના પાડી દેતાં અંતે હું પોલીસ સ્ટેશને પહોંચી હતી. બાદમાં પોલીસે મારી ભાણેજને પૂછતાં તેણે કહ્યું હતું કે, મને વૈભવ રૈયા ગામે તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. અહીં તેનો મિત્ર અને મિત્રની પત્ની બીજા રૂમમાં સૂઇ ગયા હતાં. એક રૂમમાં હું અને વૈભવ સાથે સૂતા હતાં ત્યારે મારી સાથે એકવાર શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી હું અને વૈભવ જામનગર રોડ માધાપર ચોકડી થઇ ચોટીલા હાઇવે પર જતાં રહ્યા હતાં. આંટાફેરા બાદ આજે પરત આવી ગયા છીએ. સગીરા સાથે વૈભવે શરીર સંબંધ બાંધી લીધો હોય તેની સામે પીઆઇ એ. એસ. ચાવડાએ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.રાજકોટના રૈયા ગામે રહેતી ૧૬ વર્ષની સગીરાને તેના જ વિસ્તારમાં રહેતા શખસે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. બાદમાં મિત્રના ઘરે લઈ જઇ બળજબરીથી શરીર સબંધ બાંધતા યુનિવર્સિટી પોલીસ મથકમાં સગીરાની માસીએ આરોપી વૈભવ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કલમ ૩૬૩, ૩૭૬ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વૈભવની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


