સુરત
યુવાન સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલા લેવાય તેવી માંગ કરવામાં આવી રહી છે. નજીવી બાબતમાં આ પ્રકારે કોઈ યુવકની હત્યા કરી દેવામાં આવે તે યોગ્ય નથી. એ પ્રકારની માંગ હિન્દુ સંગઠન કરી રહ્યા છે. કિશન ભરવાડની જે પ્રકારે હત્યા કરવામાં આવી છે. તેને લઈને ભારે રોષ જાેવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના સમર્થકો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને આવેદન આપી વિધર્મી યુવક સામે પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે. ઝડપથી યુવકને કડકમાં કડક સજા કરવામાં આવે તે પ્રકારની વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા યોગ્ય રજૂઆત કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયોજક પૂર્વેશ ઢાંકેચાએ જણાવ્યું કે, યુવક દ્વારા જે રીતે કિશન ભરવાડ જેવા યુવકની કોઈપણ કારણ વગર યુવકે જે રીતે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાંખી છે. તેને લઈને રાજ્યભરની અંદર પડઘા પડી રહ્યા છે. આવા હત્યારાઓને તાત્કાલિક અસરથી સજા કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે. અમારા હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી રહી છે. આવા યુવકોને સબક શીખવવાનો સમય આવી ગયો છે. કોઈના ડર વગર જાહેરમાં જ પિસ્તોલથી હત્યા કરી દેવામાં આવતા હોય તો આ વિધાર્થીઓને હિંમત કેમ આટલી બધી છે. તે એક મોટો પ્રશ્ન થાય છે કે, કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે આવા તત્વો સામે તાત્કાલિક અસરથી પગલા લેવા જાેઈએ.ધંધુકામાં નજીવી બાબતે જાહેરમાં ગોળી મારીને ર્નિમમ હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. જેને લઇને હિન્દુ સંગઠનમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. યુવકે મુકેલા વીડિયોમાં કોઈ પણ પ્રકારનો વિવાદાસ્પદ બાબત ન હોવા છતાં પણ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને આરોપીને ફાંસી આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે.
