Gujarat

રાજકોટમાં જિ.પંચાયત ખાતે ધરણામાં બેઠેલા આશાવર્કર બહેનોએ કહ્યું સરકાર જ મહિલાઓનું શોષણ કરે છે

રાજકોટ
સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારી પોતાના પ્રશ્નોને લઇ સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ૧૫૦૦ જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાધર બહેનો પણ પોતાની માગણીઓ લઈને જિલ્લા પંચાયત કચેરી ખાતે પડતર પ્રશ્ને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા. અને સરકાર પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે,’સરકાર જ મહિલાઓનું શોષણ કરે છે’ અમારા સંગઠનનાં નેજા હેઠળ સમગ્ર રાજકોટ જિલ્લાનાં ૯ તાલુકાનાં બહેનો હડતાળ ઉપર ઉતર્યા છીએ. અમે ૧૫૦૦થી ૧૭૦૦ બહેનો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકઠા થયા છીએ. અને અમારી મુખ્ય માંગ છે કે, માનદ વેતનમાંથી લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે. હાલ કારમી મોંઘવારી છતાં વર્કર બહેનોને માત્ર ૭,૮૦૦ અને હેલ્પર બહેનોને માત્ર ૩,૯૫૦ ચુકવવમાં આવે છે. ૩,૯૫૦માં બહેનો એક તેલનો ડબ્બો અને એક ગેસનો બાટલો જ લઈ શકે. આ મોંઘવારી વચ્ચે આટલા ઓછા વેતનમાં બહેનો પોતાનું ઘર કઈ રીતે ચલાવી શકે ? તો જે પ્રમાણેની કામગીરી સોંપાય છે તે પ્રમાણે વેતન પણ સરકારે ચૂકવી લઘુતમ વેતનમાં જ અમારો સમાવેશ કરવો જાેઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટનાં ચુકાદા મુજબ ગ્રેચ્યુઇટી ચૂકવવાનું જણાવી ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી મહિલાઓનું શોષણ કરતી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં શિક્ષકો તેમજ અન્ય સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આંગણવાડી અને આશાવર્કર બહેનોએ પણ મોરચો માંડતા સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે હવે આંગણવાડી અને આશાવર્કર બહેનોની માંગને લઈ સરકાર ક્યારે અને શું ર્નિણય લેશે તે જાેવું રહ્યું.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *