Gujarat

રાજકોટમાં ભેળસેળ વાળા ગરમ મસાલાનો ૪૬૫ કિલો જથ્થાનો નાશ કરાયો

રાજકોટ
રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલ વરુણ ઇન્ડસ્ટ્રીઝમાં ‘સુગંધ એન્ટરપ્રાઇઝ’ ના નેજા હેઠળ ચાલતી પેઢીમાં ગરમ મસાલામાંથી માટી અને કચરાની ભેળસેળ મળી આવી છે. જ્યાં રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે દરોડા પડતા સત્ય સમયે આવ્યું હતું. હાલ રૂ.૫૮,૯૨૦ની કિંમતના ૪૬૫ કિલો જથ્થાનો નાશ આજીડેમ ડમ્પીંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યો છે. સુગંધ એન્ટરપ્રાઇઝ નામથી ચાલતી પેઢીના ભાગીદાર નિલેષ અમૃતિયાની પૂછપરછ કરતાં સ્થળ પર તેઓ ગરમ મસાલા, મરચું, હળદર, ધાણાજીરુંનું ઉત્પાદન કરી લૂઝ તથા ‘સુંગંધ’ નામની બ્રાંડથી ૫ વર્ષથી વેચાણ કર્યાની માહિતી આપી હતી. તેથી અમે ચેકીંગ કરતા ગરમ મસાલો બનાવવા ધાણા, જીરું, મરી, લવિંગ, બાદીયાન, જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું તેઓ દ્વારા ફેરિયાઓને વેચાણ કરવામાં આવે છે. અમે ત્યાં ચેકીંગ કરતા ગરમ મસાલામાંથી માટી અને કચરાની ભેળસેળ મળી આવી હતી. સ્થળ પર ધાણાની ફોતરી ૨૧૦ કિલો, જીરુંની ફોતરી ૨૦૦ કિલો, મરી પાવડર ફોતરી ૨૦ કિલો, લવિંગની કાંડી ૧૦ કિલો, બાદીયાનની કાંડી ૨૫ કિલો, આમ રૂ.૫૮,૯૨૦ની કિંમતના ૪૬૫ કિલોના જથ્થામાં હલકી કક્ષાની ચીજાે વાપરી પ્રોસેસિંગ મશીનથી મેળવણી કરી હલકી કક્ષાનો ગરમ મસાલો બનાવતા હોવાનું સામે આવ્યું છે. અને પેઢીના માલિકે અમારી સામે ગુનાની કબૂલાત આપી છે. જેથી ફૂડ સેફટી શ્ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ મુજબ ગરમ મસાલો, જીરું, ધાણાના નમૂના લઈ સેમ્પલિંગ કાર્યવાહી કરવામાં આવી છે.

Garam-masala-was-found-to-be-a-mixture-of-clay-and-waste.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *