રાજકોટ
દેશ સહિત ગુજરાતમાં વારંવાર ક્યાંક ને ક્યાંક રોજબરોજ દુષ્કર્મના કિસ્સા પ્રકાશમાં આવે છે ત્યારે રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતી યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના જ વિસ્તારમાં રહેતા અજય કાવઠીયા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, અજયે ‘તું મને બહું ગમે છે, તારા લગ્ન બીજે નહીં થવા દઉં’ કહી મને અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું મારા પરિવાર સાથે રહું છું અને મારા માતા-પિતા મજૂરી કામ કરે છે. ગત ૨૧ જૂનના રોજ મારા પિતરાઇ ભાઇના લગ્ન હોવાથી મારા માતા-પિતા લગ્નમાં ગયા હતા. મારો નાનો ભાઈ અને હું ઘરે એકલા હતા. બપોરના સમયે હું કામકાજ કરી ઘરની નજીક વંડો આવ્યો છે ત્યા કચરો નાખવા જતી હતી. ત્યારે અમારા ઘરથી થોડે દૂર રહેતો અજય ત્યાં આવ્યો હતો. તેણે મારો હાથ પકડીને મને કહ્યું કે ‘તું મને બહુ ગમે છે, તારા લગ્ન બીજા કોઇ સાથે થવા નહીં દઉં, મારી સાથે જ લગ્ન કરવા પડશે અને છાનીમાની મારી સાથે ચાલ, નહીં તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ હું તેની સાથે ગઈ હતી અને ચાલીને મને રામાપીર ચોકડી તરફ લઇ ગયો હતો. ત્યારબાદ મને માધાપર ચોકડીથી ઘંટેશ્વર જવાના રસ્તે લઇ ગયો હતો અને ઘંટેશ્વર ચોકડીથી જામનગર જવાના રસ્તાથી ડાબી સાઇડ આવેલી ખુલ્લી અવાવરૂ જગ્યામાં લઇ ગયો હતો. ત્યાં અજયનો ઇરાદો સારો ન હોય મેં ના પાડી છતાં પણ આ અજયએ મને દબાણ કરી મારા કપડાં ઉતારી મને ધક્કો મારી મને બળજબરીથી સુવડાવી દઇ મારા બન્ને હાથ પકડી મારી મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. બાદમાં મને દુખાવો થતા અજયને ધક્કો મારતા તેણે મારા કપડાં ફાડી નાખ્યા હતા અને તે નીચે પડી ગયો હતો. અજયને માથાના ભાગે ઇજા પહોંચી હતી. આથી હું ભાગીને વહેલી સવારના આશરે ચારેક વાગ્યા આસપાસ રૈયા ચોકડી પાસે આવી ગઈ હતી અને ત્યાં મારી મોટી બહેન મને મળી ગઈ હતી. આથી હું તેની સાથે મારા ઘરે પાછી આવી ગઈ હતી. બાદમાં મારા પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધવામાં આવતા ઁજીૈં ડી.વી. બાલાસરા સહિતના સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
