રાજકોટ
રાજકોટના નવાગામ (આણંદપર) નજીક ટ્રાન્સપોર્ટનગરના સરકારી જમીનમાં પ્લોટ ખરીદી ગોડાઉન બનાવી ભાડે આપી દેવાના ગુનામાં પોલીસે ચાર શખસો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો હતો. જેમાં ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ફરાર શખસની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના જુનિયર નિયોજન શહેરી વિકાસ મંડળમાં નોકરી કરતા એક વ્યક્તિનએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર આરોપી આપ્યા હતા. રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં આવેલી સરકારી જમીનમાં પ્લોટ અને ગોડાઉન બનાવી આરોપીઓએ ભાડે આપી દીધું હતું, સરકારી મિલકત પર એક ખોટા નામ દ્વારા ગેરકાયદેસર રીતે પ્લોટ ખરીદી બાંધકામ કર્યં હતું. તેમજ પ્લોટ પચાવી પાડી જમીનનો ગેરકાયદેસર કબ્જાે કરી ગુનો કર્યો હતો. આથી પોલીસે આ ચાર આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.
