વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
રાજુલા તાલુકાના બાબરીયાધાર થી વાવેરા સુધી નો રોડ અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે અનેક વખત રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પગલા લેવા મા નથી આવતા ત્યારે બાબરીયાધાર નાની ખેરાળી મોટી ખેરાળી બર્બટાણા ચારોડીયા વાવેરા ગામ ને જોડતો માર્ગ છે ત્યારે વાવેરા ગામે અભ્યાસ કરવા આવતાં બાળકો ને મોટી મુશ્કેલી છે તેમ મોટા વાહનો સાલે છે ત્યારે બાઈક સવાર ને ધુળની ડમરીઓ ઉડતી હોય છે ત્યારે અકસ્માત થવાની શક્યતા હોય છે ત્યારે ઈમરજન્સી એમ્બ્યુલન્સ ને આવવા માટે મોટી મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે છે અને પાચ ગામના લોકો દ્વારા અનેક રજૂઆતો છતાં તંત્ર ના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે જો તાત્કાલિક ધોરણે રોડ નુ કામ શરૂ કરવામા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ડુંગર જીલ્લા પંચાયત સદસ્ય જેરામભાઈ દુલાભાઈ કાચડ દ્વારા છેલ્લા બે વર્ષથી સતત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવા મા તંત્ર નિષ્ફળ ગયું
2 Attachments