ખેલ મહાકુંભ 2021-22 માં બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ સરસ પર્ફોમન્સ આપતાં તાલુકામાં બીજો નંબર પ્રાપ્ત થયો હતો અને 15000 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત કરેલ છે.શાળાને આ કક્ષાએ લઈ જવા સ્પોર્ટ ટ્રેનર પ્રવિણભાઇ ઝાપડિયા રમત ગમત શિક્ષક શાંતિભાઈ સાંકળિયા અને સમગ્ર ગુરુજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.બોટાદ બોટાદકર કોલેજ ખાતે બોટાદના મામલતદાર મકવાણા,બોટાદ તાલુકા પ્રમુખ પી.બી.પટેલ,બોટાદ શહેર પ્રમુખ ચંન્દ્રકાંતભાઈ સાવલીયાની હાજરી માં ઉમરાળા પ્રાથમિક શાળાના શિક્ષકોને ચેક આપવામાં આવ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


