ગુજરાત સરકારશ્રીના રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ તા.૨૭/૦૨/૨૦૨૨ના સાંજે ૫:૦૦ કલાકે જામનગર શહેરકક્ષા કાર્યક્રમ શ્રી પ્રણામી ગ્લોબલ સ્કૂલ,જામનગર ખાતે યોજાયો હતો.આ સ્પર્ધામાં કલા મહાકુંભ,યુવા ઉત્સવ,બાળ પ્રતિભા શોધના શહેરકક્ષાના વિજેતા કલાકારો દ્વારા જુદી જુદી કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમમાંપ્રણામી સંપ્રદાયના મહંતશ્રી લક્ષ્મણમણી મહારાજ, જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા,પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ વાળા,શાળા સંચાલકશ્રી રાજેન્દ્રસિંઘ,હાઇસ્કુલ આચાર્યશ્રી ગોધાણી, આચાર્યશ્રી પુજાબેન મહેતા,ગૌરવ પુરસ્કૃત નેહાબેન શુક્લાતેમજ ૧૮૦ જેટલા કલાકારો તથા પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર ગ્રામ્યકક્ષાનો કાર્યક્રમ જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજીના મંદિર સીદસર ખાતે યોજાયેલ હતો.જેમાં સરપંચ ઉષાબેન અમૃતિયા,ઉમિયાજી મંદિર ટ્રસ્ટીશ્રી નરસીભાઈ માંકડિયા, કેવીનભાઈ ફળદુ તેમજ ૧૩૦ જેટલા કલાકારો તથા પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેમજિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.


