રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રવિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (સંલગ્ન) રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (સંલગ્ન) રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લાના 150 શિક્ષકોનો અભ્યાસ વર્ગ, જીવનશિલ્પ એજયુકેશન કેમ્પસ, કપડવંજ ખાતે યોજાયો. પૂજ્ય જગદીશાનંદ મહારાજ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું યજમાનપદ કપડવંજ તાલુકા પ્રા.શૈ.મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું.
આવા એક પ્રયાસના ભાગ રૂપે ખેડા જિલ્લામાં કાર્યરત તમામ સંવર્ગના રાજય,જિલ્લા અને તાલુકાના પદાધિકારીશ્રીઓ -હોદ્દેદારશ્રીઓ ,કારોબારી સભ્યશ્રીઓ અને તમામ પાયાના સંનિષ્ઠ કાર્યકરો તથા સભાસદ ભગિની-બંધુ કાર્યકર્તાઓ માટે એક દિવસનો અભ્યાસ વર્ગ આયોજિત કરવામાં આવ્યો. જેમાં સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી વિવિધ 5 સત્રમાં પાંચ વિદ્વાન વક્તા દ્વારા કાર્યકર્તા સશક્તિકરણ અને મહિલા સશક્તિકરણ માટેના વક્તવ્ય આપવામાં આવ્યું. આ તબક્કે કાર્યક્રમમાં સહયોગ કરનાર તમામનો અને વિશેષ જીવનશિલ્પ કેમ્પસના ટ્રસ્ટી વિપુલભાઇ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો


