Gujarat

રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી કોર્ષ ના સર્ટિ ફીકેટ ના પી ટી સી કોલેજના આચાર્ય  ના હસ્તે વિતરણ  કરવામાં આવ્યા

છોટાઉદેપુર માં આવેલ રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ના અને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને એ માટે કોમ્પ્યુટર ક્લાસ સીવણ ક્લાસ અનેબ્યુટીપાર્લર કૉસ ચલાવામાં આવેછે જેમાં કોમ્પ્યુટર ક્લાસ ભાગરૂપે   3મહિના અગાઉ ચાલુ કરવામાં આવીયો હતો જે પુર્ણ થતા આજરોજ રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે બાળાઓએ ફ્રી કોમ્પ્યુટર ક્લાસ ccc ના કોર્સ ભાગ લીધો હતો એ બાળઓને આજરોજ ccc  ના સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા.
 આ પ્રોગ્રામ ની અંદર આમંત્રિત મહેમાન તરીકે છોટાઉદેપુર પી.ટી.સી કોલેજના આચાર્ય શર્મિલાબેન એ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર પીટીસી કોલેજના આચાર્ય  ના વરદ હસ્તે  બાળાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા સાથે સાથે રાહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ઈર્શાદ ભાઈ ખાલપા રાહ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી લીલાબેન રાઠવા અને રાહ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી મુસ્કાન એસ ચિંતામણ પણ ઉપસ્થિત રહી સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. આ સર્ટીફીકેટ આધારે કોમ્પ્યુટર ના દરેક સેક્ટર ની અંદર  બાળાઓ નોકરી મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે
રાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી કોર્ષ ના સર્ટિ ફીકેટ ના પી ટી સી કોલેજના આચાર્ય  ના હસ્તે વિતરણ  કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220416-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *