Gujarat

રીલાયન્સ સુપર માકેઁટ મોલ દ્રારા વેરાવળ  ચોપાટી પર  સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ….

—-નગરપાલીકા પ્રમુખ, ચીફ ઓફિસર તથા ટીમ પણ સાથે જોડાઇ …
—-રીલાયન્સ દ્રારા સ્વચ્છતાને સૌ પ્રથમ પ્રાધાન્ય અપાશે…
—-પાલીકા પ્રમુખ ના હસ્તે  નગરપાલીકાના સફાઇ કમઁચારીઓ ને ટીસઁટ, ટોપી રીલાયન્સ તરફથી અપાયા… અહેવાલ સોની યોગેશ પી સતિકુવર વેરાવળ
         ગીર   સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા રીલાયન્સ કંપની દ્રારા સુપર માકેઁટ મોલ શરુ થાય પહેલા વેરાવળની ચોપાટી પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ આ માટે શહેરના મુખ્ય માર્ગ પરથી સ્વચ્છતા જાગૃતિ અંગેની રેલી યોજાઇ.
             સ્વચ્છતા તથા પ્રભુતા એ રીલાયન્સ કંપનીનુ સુત્ર છે .આ કંપની જયા પણ પોતાનો બીઝનેશ કે ધંધો શરુ કરે છે તે પહેલા ત્યા સ્વચ્છતા અભિયાન શરુ કરે છે તેવીજ રીતે ગીર સોમનાથ ના વેરાવળમા પણ જૂનાગઢ હાઇવે પર અધતન રીલાયન્સ સુપર માકેઁટ મોલ શરુ થનાર છે તે પહેલા રીલાયન્સ ના કમઁચારીઓ દ્રારા વેરાવળ-પાટણ શહેર ની મુખ્ય બજારોમા ડીજેના તાલ અને વાહનો સાથે સફાઇ જાગૃતિ , સ્વચ્છતા જાળવવી  સહીતના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વેરાવળની ચોપાટી ખાતે પહોચ્યા હતા  . વેરાવળ ચોપાટી પર નગરપાલીકા પ્રમુખ,  ચીફ ઓફિસર તથા સફાઇ કામદારોની ટીમ અને રીલાયન્સ ના કમઁચારીઓ ની ટીમ દ્રારા સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ . આ તકે વેરાવળમા પહેલી સંસ્થા દ્રારા આવી સરાહનીય  કામગીરી કરવા બદલ પાલીકા પ્રમુખ પિયુષ ફોફંડીએ રીલાયન્સ કંપનીના સ્ટાફને બીરદાવેલ હતા .રીલાયન્સ કંપની તરફથી નગરપાલીકાના સફાઇ કામદાર સ્ટાફને પણ ટીસટઁ અને ટોપી આપવામા આવી હતી .   પિયુષ ફીફંડી  પ્રમુખ,  વેરાવળ નગરપાલીકા એ જણાવેલ કે મારુ વેરાવળ ,ક્લીન વેરાવળ નુ સ્વપ્ન સાકાર થતુ રીલાયન્સ ના કમઁચારીઓ એ સાબીત કરી બતાવ્યુ છે . રીલાયન્સ ની સમગ્ર ટીમ દ્રારા ચોપાટી પર  સફાઇ અભિયાન  હાથ ધરાયુ છે અને આવી મોટી સંસ્થા દ્રારા આવી સફાઈ અભિયાન ની સરાહનીય કામગીરી કરેલ છે તે બીરદાવવા લાયક છે અને આવી જ રીતે દરેક સંસ્થાઓ એ પણ સ્વચ્છતા બાબતે આગળ આવવુ જોઈએ.  જયપાલ શાહ જે  કમઁચારી રીલાયન્સ કંપની  ના છે તેમણે જણાવેલ કે   રીલાયન્સ કંપનીનો મોલ શરુ થાય તે પહેલા અમારો એક સંકલ્પ હતો કે સમગ્ર વેરાવળને સ્વચ્છતાનો સંદેશ આપીએ જે માટે શહેરમા એક જાગૃતિ રેલી પણ યોજાઇ હતી અને ત્યારબાદ વેરાવળ ચોપાટી પર પાલીકા ની ટીમ સાથે મળી અને કચરો એકઠો કરી અને સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ. સ્વચ્છતા બાબતે સમગ્ર વેરાવળજનો પણ સાથે જોડાઇ અને યોગદાન આપે તેવી અપીલ કરાઇ હતી .હોવાનું પત્રકાર સોની યોગેશ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220623-WA0146.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *