Gujarat

રૂ. 4.3 કરોડના ખર્ચે વસઈ, આમરા, જીવાપર, દોઢિયા બ્રિજ અને નાની માટલી ટુ મેડી કોઝ વે નિર્માણ પામશે  

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. 32.83 લાખના ખર્ચે 90 મીટર લાંબો નાની માટલી ટુ મેડી કોઝ વે, રૂ.૨ કરોડના ખર્ચે 7.30 કિમિ લાંબા વસઈ- આમરા- જીવાપર- દોઢિયા રોડ વાઈડનીંગનું કામ, રૂ. 1 કરોડના ખર્ચે વસઈ- આમરા- જીવાપર- દોઢિયા રોડ પર 7 મીટરના 1 ગાળાના માઇનોર બ્રીજનું કામ, જ્યારે રૂ.1.75 કરોડના ખર્ચે 3.80 કિમિ લાંબા શાપર- આમરા પાકા રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે. આ તમામ નવનિર્મિત રસ્તાઓથી આ ૪ ગામો ઉપરાંતના આજુબાજુના અનેક ગામોને પણ તેમજ વાડી વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર થશે.

 

આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલ 40 કરતા પણ વધુ ચેકડેમો અને નાના મોટા તળાવો ‘સૌની યોજના’ હેઠળ નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે. આ વર્ષે આપણા જિલ્લામાં મબલખ પાકનું ઉત્પાદન થયું છે, તો પણ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા, મગફળી, મગની ખરીદી કરવામાં આવી રહી છે. નાની માટલી અને મોટી માટલી ગ્રામ પંચાયતના વિભાજનના કાર્યને મંજૂરી મળી ચુકી છે, જેથી નવું ગામ હવેથી ‘શંભુનગર’ હેઠળ નવી ગ્રામપંચાયતનું નિર્માણ પણ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં ગામડાઓમાં રોડ-રસ્તાના વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે ખેડૂત, ખેતી અને ગામડાં આત્મનિર્ભર બને.. જેના થકી આપણો દેશ પણ આત્મનિર્ભર બને. ગામડાઓમાં રોડનું નિર્માણ થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે, તેમજ ચોમાસાની ઋતુમાં આજુબાજુના લોકોને અવરજવર કરવામાં પણ ઘણી સરળતા રહેશે.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ પરમાર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મનસુખભાઇ ચભાડીયા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિપુલસિંહ જાડેજા, ૭૭ વિધાનસભા પ્રભારી શ્રી ભવાનભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી કુમારપાલસિંહ રાણા, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી મુકુંદભાઈ સભાયા, પૂર્વ જાડા ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ, ભાજપ અગ્રણી શ્રી રાયાભાઈ ગઢવી, શ્રી સુનિલભાઈ રાઠોડ, શ્રી રણુભા, શ્રી રામજીભાઈ મઘોડીયા, મહિલા મોરચા અગ્રણી શ્રી જાગૃતિબેન આચાર્ય, તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય શ્રી હીરાભાઈ, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ ધનુભા, શ્રી કાનાભાઇ, શ્રી બકુભા જાડેજા, શ્રી અતુલભાઈ બોડા, શ્રી કેશુભાઈ, ગ્રામ આગેવાનશ્રીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

RAGHAVJI-BHAI-PATEL-PROGRAM-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *