Gujarat

ર્સમાં રોકડ રકમ ૧૦૦૦૦ અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત મળતા મુળ માલિકે પોલીસનો આભાર માન્યો

મોરબીમાં રહેતા હર્ષિતભાઇ યોગેશભાઈ પંડ્યા મોરબીથી જૂનાગઢ શહેર ખાતે આવેલ હોય અને ભવનાથ વિસ્તારથી બસ સ્ટેન્ડ તરફ જવા માટે ઓટો રીક્ષામાં બેઠા હતા. બસ સ્ટેન્ડ ઊતરી ગયા બાદ તેમને માલુમ થયું હતું કે, તેમના ખિસ્સામાં રાખેલ પર્સ જેમાં ૧૦,૦૦૦ રોકડ રૂપિયા તથા તેમનું ઓરીજનલ ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, બેન્કના ATM કાર્ડ વિગેરે જેવી વસ્તુઓ હતી તે પર્સ રીક્ષામાં ભુલાઇ ગયું છે. આથી હર્ષિતભાઈ દ્વારા આ બાબતની  જાણ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.આર.પટેલને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હર્ષીત ભાઇ જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવી CCTV ફૂટેજ ચેક કરતા હર્ષિતભાઇ ભવનાથ વિસ્તારથી ઓટો રીક્ષા બેઠેલ તે રીક્ષાને ટ્રેક કરતા રીક્ષા બસ સ્ટેન્ડ સુધી CCTV કેમેરામાં નજરે પડતા. CCTV કેમેરામાં હર્ષિતભાઇ ઓટો રીક્ષામાંથી ઉતરતા ધ્યાને આવ્યા હતા. CCTV ફૂટેજ દ્રારા તે ઓટો રીક્ષાનો નંબર GJ 07 VV 5013 શોધી કાઢવામાં આવ્યો હતો.

તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલકનું નામ સરનામું શોધી કાઢવામાં આવ્યું હતુ. રીક્ષા ચાલકને બી ડિવિઝન પોલીસ દ્રારા પૂછપરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જર પર્સ ભુલી ગયાનુ ધ્યાને આવેલ પરંતુ આ પર્સ કોનું છે? તે તેમને માલુમ ના હતુ. જૂનાગઢ પોલીસ દ્વારા હર્ષિતભાઇનો રૂ.૧૦,૦૦૦ રોકડ રકમ તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ સહિતનું પર્સ સહી સલામત ગણતરીની કલાકોમાં પરત કરેલ હતું. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનું ખોવાયેલ પર્સ સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હર્ષિતભાઇ દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *