લીલીયા તાલુકા ના
વાઘણિયા પ્રાથમિક શાળામાં લિલિયા તાલુકા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ બેન શ્રી વિલાસબેન બહાદુરભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોનાં વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.ત્યારબાદ સમગ્ર શાળા પરીવાર વતી શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્મમા ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે પ્રવેશ પાત્ર બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
શાળાનાં વિદ્યાર્થીઓ ભાવિક દેલવાડીયા, સોહમ ચોપડા,સુસરા કેવિન અને પ્રિયાશી અગ્રાવત દ્વારા વિવિધ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ તકે શ્રી બહાદુરભાઈ બેરા તેમજ વાઘણિયા ગામના સરપંચ શ્રી બાલાભાઈ પડસારીયા દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપી શાળાની વિવિધ કામગીરીને બિરદાવવામાં આવી હતી આ તકે લિલિયા તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન બહાદુરભાઈ બેરાના વરદ્ હસ્તે શાળાની ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી વિલાસબેન બેરા તેમજ બહાદુર ભાઈ બેરા સરપંચ શ્રી બાલાભાઈ પડસારીયા,લાયઝન સંદીપભાઈ ત્રિવેદી, શ્રદ્ધાબેન શુક્લ, ભરતભાઈ શેલડીયા, કાળુભાઇ સોલંકી,તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની બાળાઓ બંસીબેન પડસારીયા અને શેલાર નિયતી દ્વારા કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા મનિષાબેન ચત્રોલા , મંજુલાબેન નારીયા, પૂર્વીબેન ધામત, વિપુલભાઈ કોટડીયા તેમજ ભરતભાઈ પરમાર , ભારતીબેન જીજરીયા વગેરે એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાનાં આચાર્ય મનસુખભાઈ મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


