Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા સચીન પોલીસ સ્ટેશન(સુરત શહેર)માં મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો,

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં તેમજ અન્ય  જીલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને હકીકત મળેલ કે સચીન પોલીસ સ્ટેશન(સુરત શહેર)માં મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડવાના બાકી આરોપી પોતાના કામ અર્થે પાનવડ બજારમાં આવેલ હોય તેવી મળેલ બાતમી હકીકત આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો કનલવા જવા માટેના ત્રણ રસ્તા ઉપર વોચ નાકા-બંધી કરી હકીકત મુજબના વર્ણન વાળા ઇસમને પકડી પાડી તેઓની પુછપરછ કરતા તે પોતે સચીન પોલીસ સ્ટેશન  ૧૧૨૧૦૦૫૪૨૧૨૮૩૮૨૦૨૨ ઇ.પો.કી કલમ ૩૭૯ મુજબનો ગુનો કરી નાસતા-ફરતા હોવાની કબુલાત કરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220706-222447_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *