Gujarat

વંથલી ખાતે આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનોનું પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું…..

પ્રદેશ ભાજપ ની સૂચનાથી સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત સન્માન કરાયું…..
         જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરની અંદર આવેલ તમામ આંગણવાડીઓમાં પ્રદેશ ભાજપની સૂચનાથી આજરોજ વંથલી શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આંગણવાડીઓમાં ફરજ બજાવતા વર્કર બહેનો તથા હેલ્પર બહેનો નું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
      કોઈપણ બાળકના પ્રાથમિક ઘડતર તેમજ વિકાસ માટે માતૃ સ્વરૂપ,ચાવીરૂપ ભૂમિકા ભજવતા બહેનોનુ સન્માન એ મહિલા સશક્તિકરણ નું અતિ મહત્વપૂર્ણ પરિબળ બની રહે છે.ત્યારે આ સન્માન સમારોહમાં વંથલી ભાજપ મહિલા મોરચાના નીતાબેન કાચા, વર્ષાબેન ગોહેલ, કૃપાલીબેન પરમાર, વૈદેહીબેન નિમાવત વગેરે ઉપસ્થિત રહી આંગણવાડી ને લગતા પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ માટે તમામ પ્રયત્નો કરવા ખાતરી આપવામાં આવી હતી.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20220419-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *