સાથે સાથે આંગણવાડી ના કુપોષિત બાળકોને દત્તક લેવાનો પણ કાર્યક્રમ યોજાયો…
આજરોજ વંથલી શહેર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના જન્મદિવસ નિમિતે સી.એસ.સી સેન્ટર વંથલી ખાતે શહેર ભાજપ અને તાલુકા ભાજપ દ્વારા દર્દીઓ ને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સુપોષણ અભિયાન અંતર્ગત વંથલી શહેરની અંદર આવેલ આંગણવાડી ના કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાઠોડ ,વંથલી શહેર ભાજપ પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ જેઠવા, જિલ્લા વિહિપના મંત્રી સુર્યકાંતભાઈ નિમાવત, મહિલા મોરચા પ્રમુખ નીતાબેન કાચા,મહિલા મોરચા મંત્રી રેખાબેન ભરખડા,સંગઠન હોદેદાર શ્રી અશ્વિનભાઈ વાઘેલા સહિતના કાર્યકરો દ્વારા આંગણવાડી ની મુલાકાત લઈ સુપોષણ અભિયાન અંતર્ગત બાળકોને દત્તક લીધેલ હતા.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી