Gujarat

વંથલી પંથકમાં રાવણાનો ભાવ કાજુના ભાવ બરાબર 1 કિલોના 700 રૂ.થી વધારે……..

ઓછું ઉત્પાદન હોવાથી વધુ ભાવ….
સારા ભાવ મળતા જ ખેડૂતો ખુશ ખુશાલ……
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાનું વંથલી ગામ એટલે ફળ -ફ્રૂટ નું હબ માનવામાં આવે છે.ત્યારે હાલ રાવણા એટલે કે જાંબુની સીઝન ચાલી રહી છે.દર વર્ષ કરતા આ વર્ષે રાવણાનું ઉત્પાદન ઓછું હોવાને કારણે ભાવ પણ વધુ છે. સારામાં સારી કવોલિટી ના રાવણા 600 થી 700 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી હરાજીમાં વહેંચાય છે.વંથલી સહિત આજુ બાજુના વિસ્તારના ખેડૂતો પણ રાવણા લઈ વંથલી મેંગો માર્કેટ ખાતે હરાજીમાં આવે છે.700 રૂપિયા થી પણ વધુ ભાવ ઉપજતા રાવણા નો ભાવ કાજુ સમક્ષ થઈ ગયા છે.આ વર્ષે 30 ટકા જ ઉત્પાદન હોવા છતાં સારામાં સારો ભાવ મળતો હોવાથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે.
    વધુમાં આ અંગે વંથલી મેંગો માર્કેટ પ્રમુખ ના જણાવ્યા મુજબ આ વર્ષે હરાજીમાં ખેડૂતોને પ્રથમ વખત પ્રતિ કિલોએ વિક્રમજનક ભાવ મળતાં ઓછા ઉત્પાદને ખેડૂતોને સારો ફાયદો થઈ રહ્યો છે.હાલ હરાજીમાં દરરોજ 200 થી વધારે ડાલા ની આવક થઈ રહી છે.વંથલી મેંગો માર્કેટ માંથી અન્ય રાજ્યો મહારાષ્ટ્ર,કલકત્તા, દિલ્હી,જેવા રાજ્યોમાં રાવણા જાય છે.હજુ વંથલી મેંગો માર્કેટમાં એકાદ મહિના સુધી રાવણા ની આવક ચાલુ રહેશે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220530_184858.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *