Gujarat

વડોદરાના ઘડિયાળી પોળ વિસ્તારમાં બાંધકામ ની સાઈટપર સામાન ચોરી કરતા ગઠીયો ઝડપાયો

વડોદરા
સ્થાનિકોએ સતર્કતા દાખવતા વડોદરા શહેરના ઘડિયાળી પોળ વિસ્તારમાં ચાલતી બાંધકામ ની સાઇટ ઉપરથી રિક્ષામાં ભંગારનો સામાન ચોરી જતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને ઘટનાસ્થળેથી અન્ય શખ્સ નાસી છૂટતાં વડોદરા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક પૂછતાછમાં આરોપી અસલમ લિયાકતઅલી સિંધી ( રહે – કાગદીવાડ, રાવપુરા રોડ) હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે વાડી પોલીસે આરોપી વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી અન્ય વોન્ટેડ શખ્સના સઘડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ઘડિયાળી પોળ વિસ્તારમાં આવેલા ઘંટીયાળા તારાચંદ પારેખના ખાંચામાં કન્સ્ટ્રકશનની કામગીરી ચાલી રહી છે. કામદારો વતન ગયા હોવાથી હાલ કામ બંધ પડ્યું છે. આ દરમિયાન રિક્ષામાં લોખંડના સળીયા ચોરી જતા એક શખ્સને સ્થાનિક રહીશોએ ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટયો હતો. રિક્ષામાંથી રૂ ૧૫૦૦ની કિંમતના લોખંડના સળીયા તથા ઓજાર મળી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *