Gujarat

વડોદરામાં અવારનવાર દારૂ પીને પરિવારજનોને મારવાની ફરિયાદ નોંધાય છે

વડોદરા
વડોદરાના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો કે, સાહેબ ન્યુ વીઆઇપી રોડ ખોડિયારનગર ત્રણ રસ્તા વ્રજધામ સોસાયટી સામે મારો પતિ દારૂ પીને મને માર મારે છે. જેથી બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મહિલાના દારૂડિયા પતિ દિનેશભાઇ સોમાભાઇ ડાભી (રહે. ખોડિયારનગર, વડોદરા)ને નાશાની હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે દિનશભાઇ ડાભી સામે પ્રોહિબિશનની કલમો હેઠળ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી મહિલાએ દારૂ પી માર મારતા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ઝડપાવી દીધાની ઘટના સામે આવી છે.

My-husband-drinks-alcohol-and-beats-me.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *