Gujarat

વડોદરામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળ્યો

વડોદરા
વડોદરા શહેરમાં છેલ્લા ૭૨ કલાકમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળ્યો છે. શહેરમાં હાલમાં ૧૮૦ જેટલા એક્ટિવ કેસ છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અગાઉ એક પછી એક કોરોનાની બે લહેરોનો સામનો કરનાર વડોદરા શહેરમાં સંભવિત ત્રીજી લહેરની દહેશત જાેવા મળી રહી છે. હાલમાં નાના બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે જે સૌથી આશ્ચર્યજનક અને ચિંતા ઉપજાવે તેવી બાબત છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ૩૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. શહેરમાં ૧૬૯ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે ૯ દર્દીઓ ઓક્સિજન પર અને બે દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૭૩૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૩૩ પશ્ચિમ ઝોનમાં ૧૨,૨૪૭, ઉત્તર ઝોનમાં ૧૧,૯૨૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૯૨૩, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૨૫ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૧ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાઇ ગયું છે.કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૭૩૪ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૯૩૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *