Gujarat

વડોદરામાં ચોર સીસીટીવીથી બચવા સૂતાં સૂતાં તાળું તોડવાનો પ્રયાસ કર્યો

વડોદરા
વડોદરાના નિઝામપુરાની ભક્તિનગર સોસાયટીમાં રહેતા પ્રેમજી હાથીયાણી જય કોમ્પ્લેક્ષમાં બ્યુલાઈટ પ્રિન્ટ સોલ્યુશન નામની ઝેરોક્ષ પ્રિંટીંગની દુકાન ચલાવે છે. સવારે તે દુકાને પહોંચ્યા, ત્યારે શટરના નકુચા તૂટેલા હતા. તેમણે પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક તેમની દુકાને આવી જાેતાં દુકાનના ગલ્લામાંથી ૮ હજારની રોકડ રકમ ગાયબ હતી. પોલીસે દુકાનના અને કોમ્પ્લેક્ષના સીસીટીવી તપાસ્યા હતાં. કોમ્પ્લેક્ષના સીસીટીવીમાં જાેવા મળ્યું હતું કે, ચોરે પહેલા જય કોમ્પ્લેક્ષમાં આવેલી જય પેથોલોજી અને જય મેડિકલના તાળા તોડવાના પ્રયાસ કર્યાં હતા, પણ તે ન તૂટતા ૬૦ ફુટ ઘસડાઈને પ્રેમજીની દુકાનમાં આવ્યો હતો. પહેલા તેણે સુતાસુતા તાળુ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ ના તૂટતાં તેણે બેસીને તાળુ તોડી દુકાનમાં પ્રવેશ્યો હતો. મારી દુકાનમાં રાત્રે ચોરી થઈ છે. એક તસ્કરે આવીને શટરના બંને લોક તોડીને ગલ્લા અને મંદિરમાંથી ચોરી કરી છે. ચોર ૨૫થી ૩૦ વર્ષની ઉંમરનો હોય તેવો દેખાય છે. મારી દુકાન પાસેની ટીમ્બર માર્ટની દુકાન તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો લોક ન તૂટતા મારી દુકાનમાં ચોરી કરી હતી.વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના જય કોમ્પ્લેક્ષમાં ફિલ્મી ઠબે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ચોરે પહેલા ૨ દુકાનના નકુચાઓ તોડવાના પ્રયાસ કર્યાં હતા, પણ તે ન તૂટતા તે ઘસડાઈને ત્રીજી દુકાનમાં ગયો હતો અને ત્યાંથી ૮ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી તપાસતાં જાેવા મળ્યું હતું કે, આરોપી એક દુકાનેથી બીજી દુકાને ઘસડાઈને ગયો હતો.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *