વડોદરા
આપણી નાનકડી એવી ભૂલ કે બેદરકારી કેટલી મોંઘી પડી શકે છે અને ચોર કેટલી સતર્કતાથી વાહનો ચોરી જાય છે તેના ઉદાહરણરૂપ ઘટના વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને લારી ચલાવી જીવનનિર્વાહ ચલાવાતા સરફુદ્દીન સૈયદ ગત ૧૨ જાન્યુઆરીના રોજ બપોરે ૩ વાગ્યા આસપાસ અડાણીયા પુલ પાસે આવેલી કંદોઇવાળાની દુકાને એક્ટિવા લઇને ખરીદી કરવા ગયા હતા. તેમણે એક્ટિવા દુકાન સામે મુકી હતી. જાે કે, ઉતાવળમાં તેઓ ચાવી એક્ટિવામાં જ ભૂલી ગયા હતા. પરત આવીને જાેયું તો એક્ટિવા ચોરાઇ ગયું હતું. એક્ટિવાની ડેકીમાં તમનો મોબાઇલ પણ હતો જે પણ વાહનની સાથે ચોરાઇ ગયો હતો. જેથી સરફુદ્દીન સૈયદે ઘણા દિવસ એક્ટિવાની શોધ કરી પરંતુ નહીં મળતા આખરે તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ એક્ટિવા તેમણે ત્રણ વર્ષ પહેલા જ ખરીદ્યું હતું.વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંદોઇની દુકાને ખરીદી કરવા ગયેલા વ્યક્તિનું એક્ટિવા ચોરાઇ ગયાની ફરિયાદ દાખલ થઇ છે.
