Gujarat

વડોદરામાં ભાજપ દ્વારા આયોજીત મેરેથોનમાં ૧૦ યુવાન થયા વિજેતા, આર્મીમાં જાેડાવા માટે કરતા હતા તૈયારી

વડોદરા
વડોદરામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સવારે આયોજીત મેરેથોન દોડમાં આર્મીમાં જાેડાવા માટે તૈયારી કરતા ૧૦ યુવાનો ટોપનેમાં રહ્યા હતા. વડોદરા મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર સેવા પખવાડિયા અંતર્ગત એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ભાજપ યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિતે જણાવ્યું હતું કે, આ મેરેથોન મ્યુઝિક કોલેજથી શરૂ થઈ દાંડિયા બજાર- કોઠી- ટાવર થઈ ગાંધીનગર ગૃહ પાસે પૂરી થઇ હતી. જેમાં દેશની સેવા માટે આર્મીમાં જાેડાવાની તૈયારી કરતા ૧૦ યુવાનો પુરુષ કેટેગરીમાં ટોપ ટેનમાં રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મેયર કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર નંદાબેન જાેશીએ લીલી ઝંડી બતાવી મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયાના ભાગરૂપ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના મિડીયા સેલ તથા બક્ષીપંચ મોર્ચા દ્વારા “ભૂખ્યાં ને ભોજન” વિતરણનું આયોજન પણ આજે કરવામાં આવ્યું હતું.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *