———————-
ખેડા જિલ્લાનું યશ ગૌરવ
—————–
રીપોર્ટર.મકસુદ કારીગર
ખેડા જિલ્લાની નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા એ શૈક્ષણિક અને સામાજિક પ્રકારના પ્રેરક નવાચાર માટે રાજ્યભરમાં જાણીતી છે..તેના પ્રયોગશીલ અને ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ ભાર વિનાના ભણતરના કે સમાજોપયોગી કાર્યોના પ્રેરક નવાચાર થકી શાળા -ગામનું નામ રાજ્ય -રાષ્ટ્રીયકક્ષાએ સતત રોશન કરી રહ્યા છે….!!! તેમણે તૈયાર કરેલ એક શૈક્ષણિક સાધન- (ટી.એલ.એમ.) સંખ્યા ગણન,વાંચન અને લેખન માટે તથા સૌથી નાની -સૌથી મોટી સંખ્યાની સમજ માટે ખૂબ ઉપયોગી છે.આ શૈક્ષણિક સાધન પ્રવૃતિમય, આનંદમય શિક્ષણ આપી ભણતરનો ભાર દૂર કરે છે.તેનાથી વિદ્યાર્થીઓ એકમથી માંડી કરોડ સુધીની સંખ્યાઓ ખૂબ સરળતાથી શીખી શક્યા છે.આ શૈક્ષણિક સાધન એ અગરબત્તીના ખોખા,છાપાની પસ્તી,સાવરણીની સળી અને દોરાની ખાલી રીલમાંથી બનેલ છે.વેસ્ટમાંથી બેસ્ટ રીતે બનાવેલ આ શૈક્ષણિક સાધન વિદ્યાર્થીઓને જાતે કશુંક કરતા અને તેનાથી અનુભવજન્ય જ્ઞાન આપે છે….આજે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા માટે અનેકવિધ નવાચાર થઈ રહ્યા છે.ત્યારે હરિયાણા રાજ્યના નવોદય ક્રાંતિ પરિવાર દ્વારા
દેશભરમાંથી શિક્ષકોના નવીન અને પ્રેરક પ્રયાસો મંગાવવામાં આવેલ.જેમાં રાષ્ટ્રીય કક્ષાએ કુલ ૨૬ નવાચાર પસંદ થયા,તેમાં ગુજરાતમાંથી મહેસાણા,દાહોદ અને ખેડામાં એક વાલ્લા શાળા પસંદ પામી છે .આ નવાચાર ISBNનંબર સાથેની પુસ્તિકામાં સ્થાન પામ્યો છે.આમ, વાલ્લા શાળાના સતત પ્રયત્નશીલ અને પ્રયોગશીલ શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે વાલ્લા ગામ ,નડિયાદ તાલુકા, ખેડા જિલ્લા અને રાજ્યનું યશ ગૌરવ રાષ્ટ્રીય કક્ષાએ
વધાર્યું છે. છે.આ આગવી સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પરિવાર-કઠલાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે .એ.પટેલ , નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
ઉમેશભાઈ માછી,નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર. આર.પરમાર,બીઆર સી નડિયાદ તથા નડિયાદ તાલુકા-ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વાલ્લા પ્રાથમિક શાળાને ખાસ અભિનંદન આપ્યા છે.જિલ્લાના શિક્ષણ જગતમાં પણ આનંદ વ્યાપ્યો છે.


