ગિરગઢડા તા 5
ભરત ગંગદેવ…
આજે વિધાનસભા ગૃહ માં સિનિયર ધારાસભ્ય અને પુંજાભાઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે…..
પુંજાભાઈ વંશ દરેક વિધાનસભા ની અંદર આક્રમકતા થી સરકાર ની અણધારી નીતિઓ ને લીધે પ્રજા ને જે ભોગવવું પડે છે તે બાબતે ગૃહ માં ચર્ચા કરે છે અને સરકાર ના પ્રતિનિધિ ઓ ને પરસેવે રેબ ઝેબ કરી મૂકે છે આ ડર થી ભાજપ સરકાર ડઘાઈ ગઈ છે….માટે સસ્પેન્ડ કરે છે ….
પુંજાભાઈ વંશ કોંગ્રેસ પક્ષ ના સિનિયર અને વિધાનસભા ના સિનિયર ધારાસભ્ય હોય.. રાજ્યપાલ ના ભાષણ પર બોલવાના હોય , બજેટ વિશે વિસ્તૃત ચર્ચા આવનારા 2-3 દિવસ માં કરવાના હોય જેમાં ભાજપ સરકાર ની પોલ પ્રજા સામે આવી જાય માટે સસ્પેન્ડ કરી પ્રજા નો અવાજ દબાવવા માટે પુંજાભાઈ વંશ ને સસ્પેન્ડ કરવામાં આવે છે…..
ગત છત્ર દરમિયાન , કાયદો વ્યવસ્થા , માછીમારો ,ખેડૂતો સ્થાનિક ને ૮૫% રોજગારી , ફિક્સ પગાર , લઘુતમ વેતન ધારા મુજબ પગાર , સરકાર દ્વારા અદાણી 2000 કરોડ વીજળી લ્હાણી , સફાઈ કર્મચારી , પટાવાળા , ડ્રાઈવર , મધ્યાહન ભોજન અને અન્ય કોન્ટ્રાક્ટ બેજ ના કર્મચારી પડતી હાલાકી ઓ આધાર પુરાવા સાથે અસંખ્ય બાબત ગૃહ માં રજુ કરેલ અને સરકાર ને નીચું જોવાનો વારો આવેલ….
પુંજાભાઈ વંશ સરકાર ના સિનિયર અને સીધા અને સ્પષ્ટ પ્રશ્ન પૂછે છે સરકાર તેમના જવાબ દઈ શકતુ ના હોય… અન્ય ધારાસભ્ય ના પ્રશ્નો પણ સરકાર જવાબ દેવા ને બદલે ગોળ ગોળ વાત કરતા હોય , વારંવાર નૌશાદ ભાઈ ને પ્રશ્ન ના પૂછવા દેતા સિનિયર ધારાસભ્ય હોવા ને નાતે સાથી ધારાસભ્ય ને પ્રશ્નો પૂછવા દેવામાં આવે તે બાબતે ગૃહમંત્રી ની જે બોડી લેન્ગવેજ બાબતે પુંજાભાઈ દ્વારા ટકોર કરવામાં આવી આવી વાત માં પ્રજાનો અવાજ દબાવવા સરકાર દ્વારા જે પુંજાભાઈ વંશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે…. આ ખૌફ છે વિપક્ષ નો….
અમે ગર્વ અનુભવીએ છીએ કે એક વિપક્ષ ધારાસભ્ય તરીકે આપ સડક થી લઇ ને વિધાનસભા સુધી આક્રમકતા અપનાવી અને પ્રજાં ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવામાં હમેશ પ્રયત્ન શીલ રહો છો…
સભ્યતા અને સાલસતા ની સાથે સંસદીય બાબતો ને ખૂબ સારી રીતે રજુ કરતા અને ગુજરાતની ભૂમિ ઉપર ડ્રગ માફિયાઓ ના કાળા કેર ની સામે સફળ અને સારી રજૂઆત કરતા એક પ્રમાણિક અને પ્રજાના પ્રહારી એવા પુંજાભાઈ વંશ ને સાત દિવસ માટે વિધાનસભાના સત્રમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને સંસદીય પ્રણાલીકા ની હત્યા સમાન છે ભાજપની સરકાર પોતાના કુકર્મો ને ઢાંકવા માટે વિપક્ષનો અવાજ ચૂપ કરી દેવાની કોશિશ લોકશાહીના મૃત્યુઘંટ સમાન છે અમો સૌ ભાજપની સરમુખત્યારશાહી ને વખોડી કાઢીએ છીએ….
એક કર્તવ્ય નિષ્ઠ , કર્મઠ , સ્પષ્ટ વક્તા ને ખૂબ ખૂબ ધન્યવાદ….


