અમદાવાદ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ૧૫ની ઝાકઝમાળ ક્લોઝિંગ સેરેમની યોજવામાં આવી હતી. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક અનોખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થપાયો હતો. આઈપીએલના સમાપન સમારોહ પૂર્વે વિશ્વની સૌથી વિશાળ ક્રિકેટ જર્સી (ટી-શર્ટ)નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપાયો હતો. આઈપીએલની ફાઈનલ પૂર્વે આ જર્સીને મોદી સ્ટેડિયમમાં રજૂ કરવામાં આવી હતી જેની સાઈઝ ૬૬ ટ ૪૨ મીટર હતી. આ ક્રિકેટ ટી-શર્ટની લંબાઈ ૬૬ મીટર અને પહોળાઈ ૪૨ મીટર હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી જર્સી બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના આ સન્માનને સ્વીકાર્યું હતું.


