હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે અતિ બિસમાર થતા વાહન ચાલકો જીવ ના જોખમે વાહન ચલાવી રહ્યા છે દર વખતે ચોમાસા દરમ્યાન વેરાવળ કોડીનાર હાઇવે પર રોજના હજારો વાહનો ની અવર જવર રહેછે જે રોડ ધોવાઈ જતા રોડ વચેજ મસ મોટા ખાડા પડી ગયા છે જેથી વારંવાર એક્સિડન્ટ ના બનાવો બનતા રહે છે તો હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ નિમિતે યાત્રા ધામ પ્રાચી તીર્થ માં તેમજ સોમનાથ મહાદેવ ના દર્શન કરવા હજારો યાત્રિકો નો પણ ઘસારો વધુ રહેતા વારંવાર ટ્રાફિક જામ થયા ના પણ દ્રષ્યો જોવા મળે છે એક બાજુ રસ્તો પૂરો ધોવાઈ ગયો છે તો બીજી તરફ ફોર ટ્રેક નું કામ પણ ગોકળ ગાઈ ની ગતિએ ચાલતા અને ટુકડે ટુકડે કામ થતા અનેક જગ્યાએ ડાઈવર્ઝન મુકવા માં આવ્યા છે તો ડાઈવર્ઝન માં પણ માટી અને ડટ નાખેલી હોવાથી તેમાં પણ મોટા મોટા ખાડા પડી જતા વરસાદ થતાં જ ગોઠણડૂબ પાણી ભરાઈ છે અને કીચડ થાઈ છે જેથી અનેક વાહન ચાલકો અકસ્માત નો શિકાર બને છે દર વખતે આ રોડ અતિ બિસ્માર થતા વાહન ચાલકો પારા વાર મુશ્કેલીઓ વેઠી રહયા છે છતાં તંત્ર ને ધ્યાને નથી આવતું કે આંખ આડા કાન કરી બેઠું છે વારંવાર હાઇવે ઓર્થોરિટી ને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને આમ જનતા મુશ્કેલી ઓ વેઠી રહ્યું છે


