ગિરગઢડા
ભરત ગંગદેવ
વેરાવળ શહેર એલ.એલ.બી.ની તેમજ એલ.એલ.એમ ની પરીક્ષા લેવાયેલ જેની તારીખ ૯.૬.૨૨ નાં રોજ શરૂ થવાની હોય અને ૭.૬.૨૨ નાં રોજ પરીક્ષા કેન્દ્ર નું સરનામું બદલવામાં આવેલ ત્યારે સાવ એન્ડ સમય માં અચાનક નવું એડ્રેસ જાહેર થતાં વિદ્યાર્થી ઓ નાં મગજ ઉપર ટેન્શન આવી ગયેલ ત્યારે સૌરભ લો કોલેજ નાં પ્રિન્સિપાલ ટી.આર. શર્મા સાહેબે પોતાની રીતે વિદ્યાર્થીઓ ને એક સાથે સાંઇ મંદિરે ઍક જગ્યા ઍ ભેગુ થવાનું કહી અને ત્યાંથી ઍક સાથે દરેક વિદ્યાર્થીઓ ને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ની વાહન વ્યવસ્થા આહિર સમાજ ના અગ્રણી તેમજ સામાજીક કાર્યકર જગમાલ ભાઈ વાળા ને શર્માસાહેબે મળી ને વાહન માટેની રજૂઆત કરતા જગમાલ ભાઈ દ્વારા તુરંત ની:શુલ્ક વાહન ની વ્યવસ્થા પરીક્ષા પૂરી થાય ત્યાંસુધી ની કરી આપેલ ત્યારબાદ શર્મા સાહેબે દરેક વિદ્યાર્થીઓ વતી પરીક્ષા બાદ જગમાલ ભાઈ નો આભાર વ્યક્ત કરી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવેલ આ સમયે તેમની સાથે વેરાવળ સમસ્ત સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ મહેશભાઈ વાજા તેમજ પત્રકાર યોગેશભાઈ સતિકુવર્ તથા મારુતિ આયુર્વેદ કેન્દ્ર નાં ડો.દિલીપભાઈ પરમાર વગેરે સાથે રહેલ હતા.


